Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ જાહેરમાં ઠલવાતો હતો મેડિકલ વેસ્ટ, લોકોમાં ભારે આક્રોશ

અંકલેશ્વરઃ જાહેરમાં ઠલવાતો હતો મેડિકલ વેસ્ટ, લોકોમાં ભારે આક્રોશ
X

લોકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કોઈ હોસ્પિટલ સંચાલક જવાબદારી લેવા તૈયાર નથી

અંકલેશ્વર શહેરનાં જીનવાલા સ્કૂલ સામે કેટલીક ખાનગી હોસ્પિટલો આવેલી છે. ત્યારે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તો સ્થાનિક દુકાનદારો અને રહીશો આ મેડિકલ વેસ્ટનાં કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. આ બાબતે નજીકમાં આવેલી હોસ્પિટલોને લોકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા પણ આ મેડિકલ વેસ્ટ ઉઠાવવામાં નહીં આમતાં સ્થાનિક રહીશો આક્રોશ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર જીનવાલા સર્કલ સામે મમતા હોસ્પિટલની ગલી વિસ્તારમાં ચાર થી વધુ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર કાર્યરત છે. જે પૈકી કોઈ તત્વ દ્વારા રોજ બરોજ કચરા ઢગલામાં વપરાયેલ ઇન્જેક્શન, સિરીંજ, દવાનો વેસ્ટ સહીત ખાલી બોક્સ તેમજ અન્ય વેસ્ટ ઠાલવી રહ્યા છે. આ બાબતે સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા તમામ હોસ્પિટલને જાણ કરી આવું ના કરવા માગ કરી હતી તેમ છતાં રોજ કચરો ઠલવાઇ રહ્યો છે. એટલુંજ નહિ બાળવામાં પણ આવે છે. તો કચરો ઉઠાવા આવતા પાલિકા ટેમ્પા આ કચરો ઉઠાવી લઇ પણ જાય છે. છતાં કોઈપણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં ના આવતા લોકો રોષ વધુ ફેલાયો છે.

સ્થાનિક દુકાનદાર મહેબૂબએ આઅંગે જણાવ્યું હતું કે, મારી દુકાન અહીંયા જ આવેલી છે. તેની સામે આજુબાજુ હોસ્પિટલ સંચાલકો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી રહ્યા છે. જે બાબતે તેમને ના પાડવા છતાં અહીં જાહેરમાં ઇન્જેક્શન, સિરીજ તેમજ અન્ય દવાનો વેસ્ટ ઠાલવી જાય છે. અને કેટલીક બાળવામાં પણ આવી રહ્યો છે. જે જાહેર આરોગ્યને અસર કરે છે. અહીં આસપાસમાં લોકો વસવાટ પણ કરે છે. જેથી તેમનાં આરોગ્ય સામે પણ ખતરો ઉભો થાય છે.

Next Story