Connect Gujarat
Featured

અંકલેશ્વર: નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર બખ્તીયાર પટેલે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

અંકલેશ્વર: નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર બખ્તીયાર પટેલે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો
X

અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર એવા બખતીયાર પટેલ (બક્કો) તથા સાથી ઉમેદવાર સતીષ વસાવાએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. તેઓએ તેમના મામા ઈકરામખાન પટેલ અને પિતા જફ્રુલ્લાખાન પટેલની કબ્ર પરથી દુઆ કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના સ્તંભ એવા મર્હૂમ અહમદ પટેલની કબ્ર પર દુઆ કરવામાં આવી હતી અને બાદમાં જન સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. તેમને આશા છે કે તેમના વોર્ડના મતદારો જંગી બહુમતીથી જિતાડશે.

Next Story