Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ નર્મદા કિનારે ગણેશજીની માત્ર માટીની નાની મૂર્તિઓનું જ વિસર્જન થશે

અંકલેશ્વરઃ નર્મદા કિનારે ગણેશજીની માત્ર માટીની નાની મૂર્તિઓનું જ વિસર્જન થશે
X

GIDC વિસ્તારમાં ESIC ખાતે બનાવેલા ઈકો કુંડમાં ચાલુ વર્ષે 900 જેટલી મૂર્તિઓનું વિસર્જન

હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ છે. 10 દિવસનાં આતિથ્ય બાદ આવતી કાલે રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર કાંઠાના નર્મદા નદી કિનારે માત્ર માટીની અને નાની મૂર્તિઓનું જ વિસર્જન કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ESIC હોસ્પિટલી બાજુમાં 2 અને પાનોલી ખાતે એક જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇએસઆઈસી સ્થિત જળકુંડમાં આ વર્ષે 900 જેટલી મૂર્તિઓનું વિસર્જન થયું છે. પાનોલી ખાતે 26 પ્રતિમાનું વિસર્જન આ જળકુંડમાં થયું છે. 400 થી વધુ પોલીસ જવાનો અને 4 સ્પેશિયલ પાવર સાથે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ પણ ફરજ બજાવશે.

નર્મદા નદીનાં નીર ઘટતા ચાલુ વર્ષે ગણેશ વિસર્જન તંત્ર માટે પણ પડકાર બન્યું છે. છેલ્લા 10 વર્ષથી ઇકો કુંડ ઉભા કરાવી વિસર્જન કરાવતા વહીવટી તંત્ર દ્વારા 3 સ્થળે 4 જળકુંડ ઉભા કર્યા છે. જેમાં હાલ 950 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ તેમજ સરફુદ્દીન- બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં 5 ફૂટથી નાની મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવે તેના ઉપર તંત્રએ ભાર મુક્યો છે. અંકલેશ્વરમાં એક તરફ 15 ફૂટથી ઉંચી શ્રીજીની 10 થી વધુ મૂર્તિઓ જોવા મળી છે. તો 7 થી 10 ફૂટ ની 35 જેટલી મૂર્તિઓ પણ જોવા મળી છે. જે જોતાં તેમના માટે વિસર્જન એક પડકાર બની ગયો છે.

ગણેશ વિસર્જનને લઈને આવતી કાલ માટે અંકલેશ્વરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવી દેવાયો છે. જેમાં ડીવાયએસપી -2, પી.આઈ.-4, પી.એસ.આઈ.-13, પોલીસ કર્મચારી 138, હોમગાર્ડ 123, એસ.આર.પી.- 60, હાઈ પોઇન્ટ -4, બ્રેથ એન્ડ મોઉસર -2, તેમજ શોભાયાત્રા રૂટ પર સીસીટીવી કેમેરા સતત નજર રાખશે.

Next Story