છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસે તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો

અંકલેશ્વર રૂરલ પોલીસે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરના માટીયેડ ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચનાને પગલે અંકલેશ્વર રૂરલ પોલીસના સ્ટાફે કામગીરી હાથ ધરી હતી. જેમાં બાતમી મળી હતી કે, વાપી ટાઉન અને અંકલેશ્વર રૂરલ પોલીસમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી શિવરામ ઉર્ફે શિવો વિનુ વસાવા ઉ.વ. 29 માટીએડ ખાતે નિશાળ ફળિયામાં રહે છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર પહોંચી આરોપી શિવરામ વસાવાને ઝડપી પાડયો હતો. આરોપીએ 2015ના વર્ષમાં પણ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં તેમજ વર્ષ 2018માં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો કર્યો હતો. જે પોલીસથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY