• અંકલેશ્વરમાં વિકાસના કાર્યો

  • અંદાડા ગામે વિકાસના કામ

  • ગામથી નેશનલ હાઇવેને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • રૂ.2 કરોડનો કરવામાં આવશે ખર્ચ

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ થી નેશનલ હાઇવે નંબર 48 ને જોડતા માર્ગનું રૂ.2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઇવે 48 સાથે જોડતા માર્ગના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ માટે અંદાજિત રૂ. 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 5.5 મીટર પહોળો આર.સી.સી. રોડ બનાવવામાં આવશે, તેમજ માર્ગની બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ પણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા રૂ. 300 કરોડના પેકેજ હેઠળ આ માર્ગ માટે રૂ. 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ બનવાથી અંદાડા ગામના રહેવાસીઓને નેશનલ હાઇવે સાથે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળશે, જેના કારણે પરિવહન તેમજ સ્થાનિક વિકાસને ગતિ મળશે.માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.