Connect Gujarat
Featured

અંકલેશ્વર: બાઇક પર આવેલા તસ્કરો રીક્ષા ચોરી કરી ફરાર; ચોરીની ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વર: બાઇક પર આવેલા તસ્કરો રીક્ષા ચોરી કરી ફરાર; ચોરીની ઘટના CCTVમાં કેદ
X

અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રાત્રીના સમયે ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અંકલેશ્વર શહેરના નવીનગરી વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે ઘર આંગણે પાર્ક કરેલ રીક્ષા ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહીતી મુજબ, શેખ મોહમ્મદ અબ્દુલ ખાલિદ રોજિંદા ક્રમ અનુસાર રીક્ષાની ફેરી પૂરી કરી રાત્રિના નિત્યક્રમ મુજબ કાયમી જગ્યાએ રિક્ષા પાર્ક કરી ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રિના મોટરસાઇકલ પર આવેલા બે ચોરોએ તેમની રીક્ષા કોઈ સાધન વડે ચાલુ કરીને નાસી છૂટયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.

અંકલેશ્વર શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષા ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Next Story