Connect Gujarat
Featured

અંકલેશ્વર : અકસ્માતના બે બનાવોમાં બાઇક સવારનું મોત, વાહન સાચવીને ચલાવવું રહેશે હિતાવહ

અંકલેશ્વર : અકસ્માતના બે બનાવોમાં બાઇક સવારનું મોત, વાહન સાચવીને ચલાવવું રહેશે હિતાવહ
X

રાજયમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવી રહયાં છે પણ હજી કેટલાય વાહનચાલકો નિયમોનું પાલન કરતાં નહિ હોવાના કારણે અકસ્માતના બનાવો બની રહયાં છે. અંકલેશ્વર પંથકમાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક બાઇક સવારનું મોત નીપજયું છે.

અકસ્માતના પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો… અંકલેશ્વરથી વાલિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી ઇકો સહિત અન્ય ત્રણ થી ચાર વાહને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં વિવિધ વાહનો માં સવાર મુસાફરો અને ચાલકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

અકસ્માતનો બીજો બનાવ નેશનલ હાઇવે પર આવેલાં બાકરોલ બ્રિજ પાસે બન્યો હતો. બાકરોલ બ્રિજ નજીકથી પસાર થતા મોટરસાયકલ ચાલકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો. રોડ પર ફંગોળાયેલા બાઇક સવારનું સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. અકસ્માત બાદ ફરાર થઇ ગયેલાં ટ્રક ચાલકની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story