Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ શાળાની વિદ્યાર્થીનીઓ માટે યોજાયો આરોગ્યલક્ષી સેમિનાર

અંકલેશ્વરઃ શાળાની વિદ્યાર્થીનીઓ માટે યોજાયો આરોગ્યલક્ષી સેમિનાર
X

ધો. 6,7, અને 8 માં વિદ્યાર્થિનીઓને સેમિનારમાં 350 થી વધુ સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

અંકલેશ્વર ખાતે આજે વિદ્યાર્થિનીઓના આરોગ્યલક્ષી સેમિનારનો ક્રાયક્રમ યોજાયો હતો. સેમિનારમાં 350 થી વધુ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાખા બા ફાઉન્ડેશન, ઈનરવ્હીલ કલબ ઓફ અંકલેશ્વર સહિત નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ડો. દર્શના દેશમુખ, પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="66504,66505,66506,66507,66508,66509,66510,66511,66512,66513"]

અંકલેશ્વર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓના શરીરમાં થઈ રહેલા શારીરિક ફેરફાર અંગેની સમજણ પુરી પાડવામાં આવી હતી. વિશાખાબા ફાઉન્ડેશન તથા ઈનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વરના સંયુકત ઉપક્રમે ધો. 6, 7 અને 8ની વિદ્યાર્થિનીઓને યુવા અવસ્થામાં થતા શારીરિક ફેરફાર તેમજ આરોગ્યને ધ્યાને લઈ માર્ગદર્શન અંગેની સમજણ પુરી પાડવમાં આવી હતી.

કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલ ચૌહાણ, તબીબ ડો. દર્શના દેશમુખ, રોટરી કલબ ઓફ અંકલેશ્વર તથા ઈનર વ્હીલ કલબના ગીતા શ્રીવાસ્તવ, સુષ્મા દેશપાંડે, સુર્વણા પાલેજા તથા મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં 350થી વધુ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને આરોગ્યલક્ષી સમજણ પુરી પાડવામાં આવી હતી.

Next Story