Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ વૃધ્ધનું ATM કાર્ડ બદલી ગઠીયાઓ 49 હજારની છેતરપિંડી કરતાં થઈ ફરિયાદ

અંકલેશ્વરઃ વૃધ્ધનું ATM કાર્ડ બદલી ગઠીયાઓ 49 હજારની છેતરપિંડી કરતાં થઈ ફરિયાદ
X

ગત 12 મી ઓક્ટોબરના રોજ બનેલી ઘટનામાં આખરે પોલીસ 2 મહિના બાદ ફરિયાદ નોંધી છે

અંકલેશ્વરમાં રહેતા નિવૃત શિક્ષિકાના ખાતાનું એ.ટી.એમ કાર્ડ તેમના પતિ પાસેથી બદલીને ગઠીયાઓ 49 હજાર ઉપરાંતની છેતરપિંડી કરી ગયા હતા. ગત તારીખ 12 મી ઓક્ટોબરના રોજ બનેલી ઘટનામાં આખરે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જીનવાલા સ્કૂલ પાસે યુનિયન બેંકના એટીએમમાં બનેલી ઘટનામાં 2 ગઠીયા પણ સીસીટીવીમાં નજરે પડ્યા હતા. પોલીસે ગુનો નોંધી ગઠીયાઓની શોધખોળ આરંભી છે.

અંકલેશ્વર નિવૃત શિક્ષિકા દેવયાનીબેન મોદીના ડેબિટનું કાર્ડ લઇને તેમના પતિ જગદીશચંદ્ર મોદી ગત તારીખ 12 મી ઓક્ટોબરના રોજ તેમનું યુનિયન બેંકમાં ખાતું હોય બેંક ઉપર ગયા હતા. જ્યાં એ.ટી.એમથી નાણાંના ઉપડતા તેમણે બેંક કર્મચારીની મદદથી એ.ટી.એમ ચાલુ કરાવ્યું હતું.

બેંકના એ.ટી.એમમાં નાણાં ઉપાડવા ગયા હતા. જ્યા નાણાં નહિં ઉપાડતાં ત્યાં આવેલા 2 અજાણ્યા ગઠીયાએ તેમને મદદ કરવાના બહાને એ.ટી.એમ પિન નંબર જાણી તેમનું અસલી કાર્ડ બદલી નકલી કાર્ડ પધારી દીધું હતું. ત્યારબાદ જગદીશચંદ્ર મોદી ત્યાંથી જતા રહ્યા હતા. તેમના કાર્ડ માંથી 2 વાર 10 -10 હજાર રૂપિયા અને ત્યારબાદ 5 હજાર રૂપિયા ઉપાડી જતાં મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો.

તો 24 હજાર ઉપરાંતની વડોદરામાંથી વિવિધ દુકાનોમાં ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે નિવૃત શિક્ષક દંપનીની અરજી સ્વરૂપની ફરિયાદને આખરે પોલીસે સત્તાવાર ગુનો નોંધી ATMનાં સીસીટીવી ફૂટેજના નજરે પડતા 2 ગઠીયાઓને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

Next Story