Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા યોજાયો ૫૧મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અંકલેશ્વર : શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા યોજાયો ૫૧મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર સત્સંગ હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા તા.૧૮મીના રોજ ૫૧મો બલડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ બલડ ડોનેશન કેમ્પોના આયોજન થકી છેલ્લા ૧૭ વર્ષોમાં શ્રી યુવા મિત્ર મંડળે રેડ ક્રોસ બ્લડ બેંન્કના સહયોગથી અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ યુનીટ બ્લ્ડ એકત્રીત કર્યું છે. આ મિત્ર મંડળ દ્વારા સેવાકિય પ્રવૃત્તિના ભાગ રૂપે દેહદાન,ચક્ષુદાન,ગૌ સેવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામેલ કરી સમાજ સેવા હાથધરી છે.

આ બલ્ડ ડોનેશન કેમ્પને તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા શ્રી યુવા મિત્ર મંડળ જી.આઇ.ડી.સી અંકલેશ્વરના પ્રમુખ હિંમતભાઇ દેવાણી, ઉપપ્રમુખ કાંતિભાઇ દુધાત,પ્રોજેકટ ચેરમેન મયુરભાઇ કોટડીયા,ધર્મેશ ડોલટીયા તેમજ સભ્યો અને મિત્ર વર્તુળે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story