Connect Gujarat
Featured

અરવલ્લી : ગુજકોસ્ટની રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશનમાં મોડાસાની વિદ્યાર્થિનીએ મેળવ્યું અવ્વલ સ્થાન, પરિવારે પાઠવી શુભેચ્છા

અરવલ્લી : ગુજકોસ્ટની રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશનમાં મોડાસાની વિદ્યાર્થિનીએ મેળવ્યું અવ્વલ સ્થાન, પરિવારે પાઠવી શુભેચ્છા
X

ગુજકોસ્ટ આયોજીત રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશનમાં અરવલ્લી જિલ્લાના મોડાસાની પલ મોદીએ અવ્વલ સ્થાન મેળવ્યું છે. રાજ્ય માટે યોજાયેલી ક્વીઝ સ્પર્ધામાં મોડાસા શહેરની શ્રી. કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ પરિવારના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધાર્થીઓમાં શૈક્ષણિક અભ્યાસની સાથે સાથે બુદ્ધિક્ષમતા તેમજ આજના વૈજ્ઞાનિક વિષય ઉપર વિસ્તૃત જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની રૂબરૂ સ્પર્ધા યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ 8થી 12માં અભ્યાસ કરતા વિધાર્થીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકોસ્ટ આયોજીત રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશન-2020નું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું.

IT ક્વીઝ કોમ્પિટિશનમાં ગુજરાતના 1165 જેટલા વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ. જેમાં 200 વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ 200 વિદ્યાર્થીઓની પસંદગીમાં મોડાસાની શ્રી. કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની વિદ્યાર્થિની પલ મોદીનો પણ સમાવેશ થયો હતો. IT ક્વીઝ કોમ્પિટિશનમાં પલ મોદીએ અવ્વલ સ્થાન મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, ત્યારે પલ મોદીએ મેળવેલ સિદ્ધિ બદલ પરિવારના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story