અરવલ્લી જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહન ચાલકોની ખેર નથી : સ્પીડ ગન થી બે દિવસમાં ૨૫ કેસ

New Update
અરવલ્લી જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહન ચાલકોની ખેર નથી : સ્પીડ ગન થી બે દિવસમાં ૨૫ કેસ

નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગો અને શહેરના રોડ પર બેફામ ગતિએ વાહન હંકારી વાહન ચાલકો હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. એટલું જ નહીં શહેરી વિસ્તારોમાં તો યુવકો ધૂમ સ્ટાઈલ વાહનો હંકારી નગરજનોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડગન ના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિમર્યાદાનું ઉલંઘન કરતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ પર 10,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

Advertisment

publive-image

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ જાડેજાના જણાવ્યા અનુસાર,રાજ્ય સરકાર તરફથી જીલ્લા ટ્રાફિક પોલીસને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે જેથી જિલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે તેની સ્પીડરેટ જિલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગન માં નોંધાઈ જશે અને જેતે વાહન ચાલક કે જે ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતા થી કાનૂની કાર્યવાહી કરી શકાશે એ રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતો નું પ્રમાણમાં ઘટાડો થશે નું જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડગન ના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવામાં આવતા ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.