Connect Gujarat
Featured

Assembly Election 2021: કોરોનાના કહેર વચ્ચે પાંચ રાજ્યોની મત ગણતરી શરૂ

Assembly Election 2021: કોરોનાના કહેર વચ્ચે પાંચ રાજ્યોની મત ગણતરી શરૂ
X

દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના આજરોજ પરિણામ જાહેર થશે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે જ્યારે કોંગ્રેસ તેની ગુમાવેલી શાખ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સતત ત્રીજી વખત સત્તા પર રહેવાની આશા છે. તામિલનાડુમાં સત્તા પરિવર્તનની અને આસામમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવી સંભાવના છે.

દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આજે આવશે. સમગ્ર દેશની નજીર પશ્ચિમ બંગાળ વિધાનસભા પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમનો ગઢ બચાવવામાં સફળ થશે કે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે. મમતા બેનર્જી નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી છે. આ બેઠક પરથી ભાજપે શુભેંદુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા હતા.

સર્વેના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીની સરકાર બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે નુકસાન થશે.

કોરોના કહેર વચ્ચે આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામની આજે જાહેરાત થશે. આસામમાં ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે.

એક્ઝિટ પોલ મુજબ, કુલ 126 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 58-71 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસ ગઠબંધનને 53-66 બેઠકો મળવાની શક્યતા છે. રાજ્યમાં કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 64 બેઠકોની જરુર છે. રાજ્યમાં કૉંગ્રેસ-BJP વચ્ચે કાંટે કી ટક્કર થાય તેવું લાગી રહ્યું છે.

તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે.

BJP-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.

Next Story