વર્તમાન સમયમાં વ્યવસાય માટે સોશિયલ મિડીયા શ્રેષ્ઠ વિકલ્પ છે : ડૉ. ખુશ્બુ પંડયા

New Update
વર્તમાન સમયમાં વ્યવસાય માટે સોશિયલ મિડીયા શ્રેષ્ઠ વિકલ્પ છે : ડૉ. ખુશ્બુ પંડયા

વર્તમાન સમયમાં વ્યવસાયનો વ્યાપ વધારવા તથા ગ્રાહકોને આર્કષવા માટે સોશિયલ મીડીયા શ્રેષ્ઠ વિકલ્પ છે તેમ દેશમાં સોશિયલ મિડીયા ક્ષેત્રમાં પીએચડી કરનારા ડૉ. ખુશ્બુ પંડયાએ જણાવ્યું હતું. તેમણે સોશિયલ મિડીયા થકી વ્યવસાયમાં વૃધ્ધિ કેવી રીતે કરી શકાય તેના વિશે યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

publive-image
publive-image

વડોદરાની હોટલ સયાજી ખાતે તારીખ 20મી ડીસેમ્બરના રોજ HDFC બેન્કના ઉપક્રમે બિઝનેશ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. “ I Believe - Believing in my Beliefs “ વિષય પર યોજાયેલા કોન્કલેવમાં સોશિયલ મિડીયાના ક્ષેત્રમાં પીએચડી કરનારા ડૉ. ખુશ્બુ પંડયા, નિતિ આયોગના પ્રોગ્રામ ડીરેકટર ડૉ. ઉન્નત પંડીત, એલ્સન મશીન લીમીટેડના ડીરેકટર ધંકેશ પટેલ સહિતના તજજ્ઞો હાજર રહયાં હતાં. તેમણે હાજર રહેલા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. ડૉ. ખુશ્બુ પંડયાએ વર્તમાન સમયમાં વ્યવસાયનો વ્યાપ વધારવા માટે સોશિયલ મિડીયા શકય અને શ્રૈષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. Out comes Delivered ના ઉપક્રમે સુરત બાદ વડોદરા ખાતે બિઝનેસ કોન્કલેવનું સફળ આયોજન કરાયું હતું.