Connect Gujarat
ગુજરાત

ધોરણ 1થી8 માં માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચારણા નથી, શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

ધોરણ 1થી8 માં માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચારણા નથી, શિક્ષણ વિભાગની સ્પષ્ટતા
X

કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે શાળાઓમાં પ્રત્યક્ષ અભ્યાસ હાલમાં બંધ છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ 1થી8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોઈ બાબત હાલમાં રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. જેથી આવા પાયાવિહોણી ચર્ચાઓથી જાહેર જનતાને ગેરમાર્ગે નહીં દોરાવા વિનંતી છે. આવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે.

ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી છે કે કોરોના વાયરસની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્કૂલોનું એક સત્ર પુરુ થઈ ગયું છે તેમજ હજીએ સ્કૂલો ખોલવા અંગે અનિશ્ચિતતાઓ છે. ત્યારે ધોરણ 1થી 9ની પરિક્ષાઓ મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના વર્ગમાં પ્રવેશ આપવો જોઈએ.વિદ્યાર્થીઓના અભ્યાસ અને જરૂર જણાય તો સ્કૂલો ત્રિ માસીક પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. વાલી મંડળે શિક્ષણ વિભાગને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, સ્કૂલો ફિઝીકલી બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ. ઉપરાંત ગયા વર્ષે સરકારે નવું સત્ર એપ્રિલથી શરુ કરવાની જાહેરાત કરી હતી. આ સ્થિતીમાં બાળકોને સ્કૂલો ફિઝીકલી શરુ થયા બાદ પણ માનસીકતાણ ન અનુભવાય તે સરકારે ધો.1થી 8માં માસ પ્રમોશનની જાહેરાત કરવી જોઇએ.

Next Story