Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : આગથળા પોલીસ સ્ટેશનમાં જ ચાર યુવકોએ બનાવ્યો ટીકટોક વિડીયો

બનાસકાંઠા : આગથળા પોલીસ સ્ટેશનમાં જ ચાર યુવકોએ બનાવ્યો ટીકટોક વિડીયો
X

સામાન્ય સંજોગોમાં પોલીસ સ્ટેશન જવામાં લોકો ડરનો અનુભવ કરતાં હોય છે અને પોલીસનું નામ સાંભળતા જાણે મોટી મુસીબત જેવો અહેસાસ થાય છે. પરંતુ જયારે પોલીસ સ્ટેશનમાં જ કોઈ બિન્દાસ ટિકટોક વીડિયો બનાવે એ વાત કદાચ ગળે ના ઉતરે. પરંતુ બનાસકાંઠાના આગથળા પોલીસ સ્ટેશનમાં જ ચાર યુવકોએ ટિકટોક વીડિયો બનાવ્યો અને ત્યારબાદ એને વાયરલ પણ કરી દીધો.

લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકે પોતાના ગામની રોડ રસ્તાની સમસ્યા અને ઝગડા બાબતે ચાર યુવકો સામા પક્ષના લોકો વિરૂધ્ અરજી આપી કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યાં હતા. ત્યારબાદ તેમને પોલીસ મથકમાં જ કોઈ પણ ડર વગર ટિકટોક વીડિયો બનાવી દીધો અને એક નહિ પણ બે વીડિયો પોલીસ મથકમાં જ બનાવી પોતાનું જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા હાવ ભાવ ચહેરા જોવા મળ્યા હતા.આ સમયે પોલીસ મથકમાં કોઈ પણ પોલીસ કર્મચારી હાજર નહિ હોવાનું જણાઇ રહયું છે. બનાસકાંઠામાં પહેલો આવો બનાવ સામે આવ્યો છે. ગામના ઝગડામાં પોલીસ મથકે આવેલા આ યુવકો સામે જ પોલીસને અરજી મળતા 151 કલમના આધારે તેમની જ સામે કાર્યવાહી કરતાં પોલીસ સામે રોષ વ્યકત કરી યુવકોએ પોલીસ સ્ટેશનમાં બનાવેલા વીડિયો બનાવી વાઇરલ કર્યાની ચર્ચા ચાલી રહી છે. હજુ આ મામલે પોલીસે મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનો ખુલાસો આપ્યો નથી કેમકે પોલીસ ખુદ અહિયાં સવાલોના ઘેરામાં ફસાઈ હોય તેમ લાગી રહયું છે.

Next Story