New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/24155220/FiAPh7Lb.jpg)
સુરત બારડોલીમાં આવેલ ગંગાનગર ખાતે નવનિર્મિત સંસ્કાર ભવન ઉદ્ઘાટન અને યુવાનો સન્માન કાર્યક્રમ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને હાજર મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થી થઈ હતી. આ અનાવલ સમાજના સંસ્કાર ભવનનું ઉદ્ઘાટન હાલ અમેરિકા રહેતા ગંગા સ્વરૂપ સુરેખા બેન ધીરુભાઈ નાયક તથા ભરત ભાઈ ધીરુભાઈ નાયકના હસ્તે કરવામાં હતું.