Connect Gujarat
Featured

અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદની ભુગુભુમિ શાખાનો પ્રારંભ, યોગેશ પારીક બન્યાં સહ સંયોજક

અંકલેશ્વર :  ભારત વિકાસ પરિષદની ભુગુભુમિ શાખાનો પ્રારંભ, યોગેશ પારીક બન્યાં સહ સંયોજક
X

ભારત વિકાસ પરિષદની કરાઇ છે સ્થાપના કરવામાં આવી છે અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત એ છે કે, સંસ્થાના સહ સંયોજક તરીકે અંકલેશ્વરના જાણીતા પત્રકાર અને શિક્ષણવિદ યોગેશ પારીકની વરણી કરવામાં આવી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં સેવાકીય પ્રવૃતિઓ અને કાર્યોને વેગ આપવા માટે ભારત વિકાસ પરિષદની નવી ભુગુભુમિ શાખાનો રવિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી શાખાનો ઉદઘાટન સમારંભ ઓનલાઇન રાખવામાં આવ્યો હતો. સંસ્થાની નવી વરાયેલી ટીમ ઉર્જા અને ઉત્સાહથી સભર છે.

વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનારા પ્રતિષ્ઠિત વ્યકતિઓનો સંસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થાના સહ સંયોજક પદની વાત કરવામાં આવે તો સહ સંયોજક તરીકે અંકલેશ્વરના યોગેશ પારીકની વરણી કરાય છે. યોગેશ પારીક ભરૂચ તથા રાજયમાં પત્રકારત્વક્ષેત્રમાં જાણીતું નામ છે. દેશના અગ્રણી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેઓ પોતાની કલમનો કબસ બતાવી ચુકયાં છે. હાલમાં તેઓ એબીપીમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહયાં છે. તેમની બહુમુખી પ્રતિભા પર નજર નાંખીએ તો તેઓ એક સારા શિક્ષણવિદ છે અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું સફળતાપુર્વક સંચાલન કરી રહયાં છે.

પત્રકાર હોય એટલે તેમના પર માતા સરસ્વતીના આર્શીવાદ હોય છે. યોગેશ પારીક પ્રોલાઇફ કોમ્યુનિકેશનના નેજા હેઠળ રતનપુર અને ગુજરાત -11 નામની બે સફળ ગુજરાતી ફિલ્મો બનાવી ચુકયાં છે. આ ઉપરાંત સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં તેઓ અગ્રેસર છે. આવા બહુઆયામી વ્યકતિત્વની સહ સંયોજક તરીકે પસંદગી થતાં સંસ્થા સાચા અર્થમાં આગળ વધી નિર્ધારીત કરેલા લક્ષ્યોને સફળતાથી પાર પાડી જન જનના હદયમાં સ્થાન મેળવશે.

Next Story