Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એપેક્ષ હોટલમાં રોકાયા હતાં 15 લોકો, વાંચો અચાનક શું થયું

ભરૂચ : એપેક્ષ હોટલમાં રોકાયા હતાં 15 લોકો, વાંચો અચાનક શું થયું
X

ભરૂચની એબીસી ચોકડી પાસે આવેલી એપેક્ષ હોટલને તંત્રએ સીલ કરી દેતાં તેમાં રોકાયેલાં 15થી વધારે લોકોની હાલત કફોડી બની હતી. આ તમામ લોકો અન્ય રાજયોમાંથી રોજગારી માટે આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે. હાલ વતનમાં જવાની કોઇ સુવિધા નહિ હોવાથી તેઓ અટવાય પડયાં છે.

ભરૂચની એ.બી.સી.ચોકડી નજીક આવેલી એપેક્ષ હોટલમાં પ્રવાસી રોકાયા હોવા છતાં તે બાબતની જાણ તંત્રને કરવામાં આવી ન હતી. જેથી શનિવારના રોજ તંત્ર દ્વારા હોટલને સીલ કરી દેવામાં આવી હતી. જેના પગલે હોટલમાં રહેતા અન્ય રાજ્યોના ૧૫ જેટલા લોકો અટવાયા હતા.અન્ય રાજ્યના લોકો લોક ડાઉન પૂર્વે ભરૂચ આવ્યા હતા અને વિવિધ કંપનીમાં કામ કરી રહયાં હતાં. લોકડાઉનની જાહેરાત થતાં તેઓ હોટલમાં જ અટવાય પડયાં હતાં.લોક ડાઉનના શરૂઆતનાં દિવસોમાં તંત્ર દ્વારા દરેક હોટલ માલિકોને તેઓની હોટલમાં રહેલા લોકો અંગે જાણ કરવાની સુચના અપાઈ હતી જો કે એપેક્ષ હોટલના સંચાલકોએ આ અંગેની જાણ ન કરી તેઓને હોટલમાં જ રાખ્યા હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. જેના પગલે શનિવારના રોજ હોટલ સીલ કરી દેવામાં આવતાં તેમાં રોકાયેલાં 15 લોકોની હાલત વધુ દયનીય બની છે. હાલ તેઓ વતનમાં પરત કઇ રીતે જવું તેની મુંઝવણમાં મુકાય ગયાં છે.

Next Story