Connect Gujarat
Featured

ભરૂચ : જંબુસર તાલુકાના 2 શિક્ષકોની રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં બિનહરીફ વરણી

ભરૂચ : જંબુસર તાલુકાના 2 શિક્ષકોની રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં બિનહરીફ વરણી
X

જંબુસર તાલુકાના બે શિક્ષકોની રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં બિનહરીફ વરણી
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘની ટૂંક સમયમાં મુદ્દત પૂરી થવાની હોય રાજ્ય પ્રતિનિધિઓ તથા દરેક જિલ્લામાંથી સભ્યોની પસંદગીની પ્રક્રિયા કરી યાદી મંગાવાઇ હતી.

પ્રાથમિક શિક્ષકોમાંથી ૩૦૦ શિક્ષકો પર ૧ પ્રતિનિધિ હોવા જોઈએ, જે અંતર્ગત જંબુસર તાલુકામાં ૭૦૦ થી વધુ શિક્ષકો હોય બે પ્રતિનિધિની નિર્માણ કરવામાં આવે છે. જેમાં જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી દ્વારા તાલુકામાંથી મોરી રાહુલકુમાર ભારતસિંહ હાજી કન્યા પ્રાથમિક શાળા તથા નરેન્દ્રકુમાર રાવજી જાદવ વેડચ કન્યા શાળાની સર્વાનુમતે પસંદગી પામતા જેઓને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં બિનાબેન હરીફ વરણી થતાં જંબુસર શહેર અને તાલુકાના શિક્ષક આલમમાં હર્ષની લાગણી જોવા મળી હતી. તથા શુભેચ્છકો દ્વારા બંને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story