Connect Gujarat
Featured

ભરૂચ: AIMIMની ચુંટણીલક્ષી બેઠક યોજાઇ, જુઓ શું કરવામાં આવી મહત્વની જાહેરાત

ભરૂચ: AIMIMની ચુંટણીલક્ષી બેઠક યોજાઇ, જુઓ શું કરવામાં આવી મહત્વની જાહેરાત
X

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ પ્રથમ વખ ભરૂચમાં AIMIMની ચુંટણીલક્ષી બેઠક યોજાઇ યોજાઇ હતી જેમાં સંગઠનલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીયપાર્ટીઑ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં આજરોજ AIMIMની ચુંટણીલક્ષી બેઠક યોજાઇ હતી. ભારતીય ટ્રાયબલ પાર્ટી અને AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ પ્રથમ વખત યોજાયેલ બેઠકમાં AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા, સંગઠનના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. AIMIMના હોદ્દેદારોએ કાર્યકરો સાથે ચર્ચા કરી ભરુચનું સંગઠન તેમજ ચુંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો અને ત્યાર બાદ ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા સાથે પણ મુલાકાત કરી હતી.

AIMIM ના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ કનેક્ટ ગુજરાત સાથે કરેલ એક્સ્ક્લુઝિવ વાતચીતમાં ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ, મોડાસા અને ગોધરા સહિતના જીલ્લામાં ચુંટણી લડવાની જાહેરાત કરી હતી. તો તારીખ 3જી ફેબ્રુઆરીની આસપાસ AIMIMના અધ્યક્ષ અસૂદ્દીન ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં ચુંટણી પ્રચાર કરશે એ સહિતના મુદ્દે વાતચીત કરી હતી.

Next Story