Connect Gujarat
Featured

ભરૂચ : બર્ડફલુના કારણે ચીકનના ભાવ તળિયે ગયાં, ભાવ ઘટી જતાં ઘરાકીમાં 25 ટકાનો વધારો

ભરૂચ : બર્ડફલુના કારણે ચીકનના ભાવ તળિયે ગયાં, ભાવ ઘટી જતાં ઘરાકીમાં 25 ટકાનો વધારો
X

રાજયમાં બર્ડફલુ ઝડપથી ફેલાય રહયો છે ત્યારે ચીકનના ભાવમાં ઘટાડો થતાં ઘરાકીમાં વધારો થયો છે. ઘરાકી વધી જતાં ચીકનનું વેચાણ કરતાં વેપારીઓ માટે બર્ડફલુ ફાયદાકારક સાબિત થયો છે….

કોરોના બાદ રાજયમાં હવે બર્ડ ફલુ ઝડપથી ફેલાય રહયો છે. બર્ડ ફલુના કારણે કાગડા સહિતના અનેક પક્ષીઓના ટપોટપ મોત થઇ રહયાં છે. બર્ડ ફલુની દહેશત વચ્ચે ચીકન શોપ અને પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સર્તક રહેવા વહીવટી તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે. આવા સંજોગોમાં ઘણા લોકોએ ચીકન ખાવાનું બંધ કરી દીધું છે. બર્ડ ફલુના ભય વચ્ચે ચીકનના ભાવ તળિયે પહોંચી ગયાં છે. ચીકનના ભાવ ઘટી જતાં ઘરાકી ઘટવાને બદલે વધી છે. ભરૂચના વેપારીઓના જણાવ્યાં મુજબ દર વર્ષે જાન્યુઆરી – ફેબ્રુઆરી મહિનામાં જંગલી પક્ષીઓમાં બર્ડ ફલુ જોવા મળતો હોય છે. હાલ મરધી કે મરઘાંમાં આવી કોઇ બિમારી જોવા મળી નથી પણ ભાવ ઘટી જતાં ઘરાકીમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે…

ચીકનના ભાવમાં ઘટાડો થતાં ચીકન ખરીદનારા લોકોની સંખ્યામાં ભલે વધારો થયો હોય પણ લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. હાલ તો બર્ડફલુને ફેલાતો રોકવા માટે શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયાં છે.

Next Story