Connect Gujarat
Featured

ભરૂચ: ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયા અને એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના વેક્સિન લીધી,જુઓ શું કહ્યું

ભરૂચ: ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયા અને એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના વેક્સિન લીધી,જુઓ શું કહ્યું
X

કોરોના મહામારી વચ્ચે આજથી વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયા અને એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં વેક્સિને રફતાર પકડી છે ત્યારે આજથી ગુજરાતમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં મહેસૂલી કર્મચારી,પોલીસ વિભાગ શીટ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને વેક્સિન મૂકવામાં આવી હતી ત્યારે ભરૂચમાં પણ ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન મુકાવી હતી. ભરૂચ ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોનાની કોવિ શિલ્ડ વેક્સિન મુકાવી હતી . આ સાથે જ પોલીસ વિભાગના ડી.વાએસ.પી. સહિત 50 અધિકારીઓએ પણ વેક્સિન મુકાવી હતી. આ અંગે ભરૂચ ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યુ હતું કે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે આથી દરેક લોકો આ વેક્સિન મુકાવે

આ તરફ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રસી મુકાવ્યા બાદ કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે કોરોનના પડકારજનક દિવસો બાદ વેક્સિનેશનના આ સુવર્ણ દિવસો છે

Next Story