Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં જોવા મળી રહયું છે મીની બંગાળ, દુર્ગા પૂજાની કરાશે ઉજવણી

ભરૂચમાં જોવા મળી રહયું છે મીની બંગાળ, દુર્ગા પૂજાની કરાશે ઉજવણી
X

ભરૂચમાં વસતા બંગાળી પરિવારોમાં તેઓની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા દુર્ગા મહોત્સવની ઉજવણીનો ઉમંગ જોવા મળી રહ્યો છે. શહેરની શ્રવણ ચોકડી નજીક દુર્ગા પૂજા માટે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં દેશના વિવિધ રાજયોમાંથી હજારો લોકો રોજગારી માટે સ્થાયી થયાં છે. વતનથી દુર હોવાથી તેઓ તેમના પરંપરાગત ઉત્સવોની ઉજવણી કરી વિવિધતામાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડતા હોય છે. બંગાળી પરિવારો નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની ઉજવણી કરતાં હોય છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ આકાશ દર્શન સોસાયટી પાસે વિશાલ પંડાલ માં દુર્ગા મહોત્સવ ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. બંગાળના કલાકારોએ છેલ્લા બે માસ થી નર્મદની પાવન માટીમાંથી દુર્ગા માતા સહીત અન્ય દેવી દેવતાઓ ની મૂર્તિઓ બનાવી છે.જેને શણગાર અને અંતિમ ઓપ આપવામાં આવી રહયો છે. ભરૂચની દુર્ગા પૂજા કમિટીના ઉપક્રમે ૩જી ઓક્ટોબર થી ૮ મી ઓક્ટોબરના રોજ વિજ્યા દશમી સુધી દુર્ગા મહોત્સવ ની ઉજવણી કરાશે..આ વખતે પ્લાસ્ટીક મુક્ત ભરૂચ ની થીમ પર પ્લાસ્ટીક બેગ ના બદલે કાપડ ની થેલી નો ઉપયોગ કરાશે.આ વર્ષે તમામ હોદ્દેદારો અને બંગાળી પરિવારો લીલા રંગ ના વસ્ત્રો પરિધાન કરી ગ્રીન ભરૂચ નો સંદેશો પણ આપશે.

Next Story