Connect Gujarat
Featured

ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ?

ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ?
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાલડી ગામનાં ખેડૂતો નહેરમાં પાણી નહિ આવતા પાયમાલ બને તેવી સ્થિતિમાં આવી ગયાં છે. કેનાલોના રીપેરીંગના નામે વેઠ ઉતારવામાં આવી હોવાની ફરીયાદ ખેડુતો કરી રહયાં છે.

વાગરા તાલુકાના પાલડી ગામની આશરે 400 એકર જમીનમાં વાવેતર કરવામાં આવેલો પાક પાણી વિના સુકાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડુતોને સિંચાઇ કરવા માટે પાણી મળી રહે તે માટે કેનાલ બનાવવામાં તો આવી છે પણ તેનું રીપેરીંગ કરવામાં નહિ આવતાં ખેડુતો સિંચાઇના પાણીથી વંચિત રહી ગયાં છે. કેશવાણ ગામથી પાલડી સુધી નહેર બનાવાય છે પણ પાણી વિના તે સુકીભઠ લાગી રહી છે. નહેર તુટી ગઇ હોવાથી તેના રીપેરીંગની જરૂરીયાત છે પણ નહેર વિભાગે માત્ર માટી નાંખી લીપાપોતી કરી દીધી છે. કેનાલમાં પાણી છોડવામાં આવે તો માટી ધોવાય જાય તેવો ખતરો રહેલો છે. સ્થાનિક ખેડુતોએ જણાવ્યું હતું તેમજ આ નહેરમાં મોટા ઝાડી- ઝાંખરા ઉગી નીકળ્યાં છે જેને કાપવામાં પણ આવતાં નથી. જો અમને સિંચાઇ માટે પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Next Story