ભરૂચ : નર્મદા નદીની સપાટી 31.85 ફૂટ : નીચાણવાળા વિસ્તારોમાં જળપ્રલય

0
944

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ડેમમાંથી આવી રહેલા 7 લાખ કયુસેકથી વધારે પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.85 ફૂટ સુધી પહોંચી ગઇ છે. બીજા દિવસે પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ રહયાં છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા હોવાથી ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવીને 31.85 ફૂટની સપાટીએ વહી રહી છે. નર્મદા નદીના પાણી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકામાંથી 2,900થી વધારે લોકોને અત્યાર સુધીમાં સલામત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યાં છે. ભરૂચના દાંડીયાબજાર, ધોળીકુઇ બજાર, ફૂરજા સહીતના વિસ્તારોમાં  હવે નાવડીઓ બાદ તરોપા ફરતા જોવા મળી રહયાં છે. ભરૂચ તાલુકાના શુકલતીર્થ અને આસપાસના કાંઠાના ગામોમાં નદીના પાણી પ્રવેશી ચુકયાં છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે જન જીવન બીજા દિવસે પણ પ્રભાાવિત થયું છે.

નદીના કિનારે આવેલા મંદિરો પણ પાણીમાં ગરકાવ થયાં છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હજી પણ 7 લાખ કયુસેકથી વધાારે પાણીનો આવરો થઇ રહયો છે. ડેમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ રાતના નવ વાગ્યા સુધી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે. હાલમાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here