Connect Gujarat
સમાચાર

ભરૂચ: વાલિયાના જોલી ગામની સિમમાથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

ભરૂચ: વાલિયાના જોલી ગામની સિમમાથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
X

વાલિયા તાલુકાનાં જોલીગામની સીમમાંથી પોલીસે 6 લાખ 97 હજારનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો જો કે કુખ્યાત બુટલેગર ફરાર થઈ જવામાં સફળ થયો હતો.

વાલિયાનાં મેરા ગામે રહેતો રમેશ વસાવાએ જોલીગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાં માંગવેલો હોય તેવી બાતમીના આઘારે વાલિયા પોલીસ સ્ટેશના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર પી.એન.વલવીએ સ્ટાફ સાથે રેડ કરતા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાલિયા પોલીસે સ્થળ પરથી રૂપિયા 6 લાખ 97 હજારની કિમતની વિદેશી દારૂની 6732 નંગ બોટલ કબજે કરી હતી જો કે કુખ્યાત બુટલેગર રમેશ વસાવા ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો.પોલીસે તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story