Connect Gujarat
સમાચાર

ભરૂચ : પતિએ તરછોડી તો પુત્ર કેન્સરથી મૃત્યુ પામ્યો, જુઓ આત્મનિર્ભર મહિલાની કરૂણ કહાની!

ભરૂચ : પતિએ તરછોડી તો પુત્ર કેન્સરથી મૃત્યુ પામ્યો, જુઓ આત્મનિર્ભર મહિલાની કરૂણ કહાની!
X

ભરૂચમાં 19 વર્ષથી આત્મનિર્ભતાની સાચી વ્યાખ્યા રજૂ કરે છે ક્રિસ્ટાઈના જોજ. પ્રેમ લગ્ન કરી સુખી સંસારની શરૂઆત કરી પણ ભાગ્યમાં કઇંક અલગ જ હતું. જેના પર વિશ્વાસ કરી ઘર સંસાર માંડ્યા હતા તેને જ વિશ્વાસઘાત કરી તરછોડી મૂકી હતી. આ કહાની 19 વર્ષ પહેલાની છે.

કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે અને એટલે જ ઘણી વખત દીકરીઓ પોતાનાં માતા-પિતાનું પણ સાંભળતા નથી અને જ્યારે લગ્ન બાદ તેની સાથે અન્યાય થતો હોય છે ત્યારે જ દીકરીને તેના માતા-પિતા જ મદદરૂપ થતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચ નો છે જેમાં ૧૯ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા પછી પતિ તરછોડી ને અન્ય યુવતી સાથે જતો રહ્યો હતો. છતાં પણ તરછોડાયેલી પત્નીએ હિંમત ન હારી અને પોતાના દીકરા સાથે જીવન વીતાવ્યું. દિવસ જતા દીકરો પણ કેન્સરની ભયંકર બીમારીમાં સપડાયો. પોતાના દીકરાને કેન્સરની બીમારીમાંથી મુક્તિ અપાવવા માટે તેણે જાતે નોકરી શરૂ કરી મહેનત-મજૂરી કરી તેની દવા શરૂ કરાવી. પરંતુ દીકરો થોડા દિવસ અગાઉ મૃત્યુ પામ્યો અને ત્યારે માતાને પગ તળેથી જમીન ખસી ગઈ હોય તેવો અહેસાસ થયો. છતાં માતાએ હિંમત કરી દીકરાના અવસાન બાદ જ્યાં પહેલા નોકરી કરતી હતી ત્યાં નોકરીએ ગયા ત્યાંથી પણ તરછોડી મૂકી અને કહ્યું આ નોકરી તમારા લાયક નથી. ત્યારે મહિલાને ઝટકો લાગ્યો અને નોકરી વિના પોતાનાં માતા-પિતાનું પણ ગુજરાત કેવી રીતે ચલવુ આ પ્રશ્ન ઊભો થયો. જ્યારે ક્રિસટાઈના પાસે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે ક્રિસ્ટાઈના જોનસેરવી જોજએ આત્મનિર્ભર સાથે પોતાના પિતાની પ્રદૂષણ મુક્તવાળી રીક્ષા ચલાવવાની શરૂઆત કરી. પિતાની ઈલેક્ટ્રીક રીક્ષા ભરૂચ શહેરમાં ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના પ્રયાસો શરુ કર્યા અને આજે પણ આ મહિલા તમામ પાસાઓને એક અનોખો સંદેશો પાઠવી રહી છે. પતિ અને સાસરિયાઓનું સુખ ન મેળવી પુત્રને ગુમાવીને પણ માતપિતાની સેવા કરી આત્મનિર્ભરતાની મિસાલ રજૂ કરી છે.

Next Story