Connect Gujarat
Featured

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
X

ભરૂચ શહેર તથા જિલ્લામાં ફાર્મસીના અભ્યાસક્રમ માટે જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીને ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી તરફથી 100 કેડેટસના એનએસએસ યુનિટની ફાળવણી કરવામાં આવતાં કોલેજમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની સિધ્ધિઓમાં વધુ એક પિંચ્છ ઉમેરાયું છે. કોલેજને ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી તરફથી 100 કેડેટસના એનએસએસ યુનિટીની ફાળવણી કરવામાં આવી છે. આ યુનિટના ઉપક્રમે કોલેજ ખાતે સોમવારના રોજ 50 કરતાં વધારે ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કિશોર ઢોલવાણીએ જણાવ્યું હતું કે, કોલેજને એનએસએસ કેડેટસની ફાળવણી એ ગૌરવની બાબત છે. હવે અમે સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અભિયાન સહિતની અનેક પ્રવૃતિઓ કરી શકીશું.

આજે પ્રથમ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના પરિસરમાં 50 કરતાં વધારે ઔધધિય રોપાઓનું વાવેતર કરાયું છે. ઔધધિય રોપાઓની પસંદગી પાછળનું કારણે કોલેજમાં અભ્યાસ કરતાં છાત્રોને તેમના અભ્યાસ દરમિયાન સારી જાતના રોપાઓ મળી રહે તે રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ અભ્યાસઇતર પ્રવૃતિ એનએસએસની મદદથી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી તથા ટ્રસ્ટી યોગેશ પારીક સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનું માર્ગદર્શન સાંપડયું હતું.

Next Story