ભરૂચ : લીંક રોડ પર સ્પીડબ્રેકર નહિ બનાવતાં સ્થાનિકોએ કર્યો ચકકાજામ

0

ભરૂચ શહેરના લીંક રોડ પર ટેન્કરની ટકકરે બે વિદ્યાર્થીઓના મોત બાદ પણ સ્પીડ બ્રેકર નહિ બનાવવામાં આવતાં વિફરેલા સ્થાનિક રહીશોએ ચકકાજામ કરી નાંખ્યો હતો.

ભરૂચ શહેરના લીંક રોડ પર આવેલી શંભુ દુધ ડેરી નજીક શનિવારે નગરપાલિકાના ટેન્કરની ટકકરે નારાયણ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓના કરુણ મોત થયાં હતાં. ખાળકુવા ખાલી કરવા માટે ઉપયોગમાં લેવાતું પાલિકાનું ટેન્કર શકિતનાથથી શ્રવણ ચોકડી તરફ જઇ રહયું હતું જયારે બંને વિદ્યાર્થીઓ સાયકલ પર પસાર થઇ રહયાં હતાં. જયરાજ અને જીઆન નામના વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિક રહીશોએ આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી તંત્રને 24 કલાકની મહેતલ આપી હતી પણ સ્પીડબ્રેકર નહિ બનતાં રવિવારે સવારે સ્થાનિક રહીશોએ લીંક રોડ પર ચકકાજામ કરી દીધો હતો. બે વિદ્યાર્થીઓનો ભોગ લેનારા ટેન્કરના ફરાર થઇ ગયેલાં ડ્રાયવરને પણ એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. માસુમ વિદ્યાર્થીઓના મોત બદલ પાલિકાના અધિકારીઓ સામે પણ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here