Connect Gujarat
ગુજરાત

ભરૂચ પાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સત્તાધિશોએ કરી નવી પહેલ

ભરૂચ પાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સત્તાધિશોએ કરી નવી પહેલ
X

પાલિકા દ્વારા રૂપિયા 9 લાખનાં ખર્ચે 3 મોબાઈલ ટોયલેટ વાન બનાવવામાં આવી છે

હાલમાં પાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નવી પહેલ કરી છે. શહેરનાં કેટલાંક વિસ્તારોમાં જાહેર શૌચાલયની અવ્યવસ્થા જોવા મળે છે. તો જાહેર કાર્યક્રમ કરવાના હોય તેવા સ્થળોએ પણ સરળતાથી શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે રૂપિયા 9 લાખનાં ખર્ચે ત્રણ મોબાઈલ ટોયલેટ વાન બનાવવામાં આવી છે. જે નગરજનો માટે ઉપયોગી બની રહેશે તેમજ જાહેર કાર્યક્રમનાં સ્થળે પણ તેને સરળતાથી લઈ જઈ શકાશે. આ મોબાઈલ ટોયલેટ વાન પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઉપયોગી બની રહેશે તેવો નગર પાલિકાનાં સત્તાધિશોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભીબહેન તમ્બાકુવાળાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા હાલમાં ત્રણ મોબાઈલ ટોયલેટવાન ફાળવવામાં આવી છે. એક મોબાઈલ ટોયલેટ વાનને તૈયાર કરવાનો અંદાજિત ખર્ચ રૂપિયા ત્રણ લાખ જેટલો થવા જાય છે. એટલે કે ત્રણ મોબાઈલ ટોયલેટ વાનની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા જેટલી થાય છે. જે નગર પાલિકા દ્વારા 14માં નાણાપંચમાંથી તેની ખરીદી કરવામાં આવી છે. આ મોબાઈલ ટોયલેટ વાન ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવતી ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે. સાથો સાથ જાહેર કાર્યક્રમ સમયે આ મોબાઈલ ટોયલેટ વાનનો ઉપયોગ કરવામાં આવશે. જેથી આવા સ્થળોએ જે શૌચાલયની તકલીફ પડે છે તેને દૂર કરી શકાય.

Next Story