Connect Gujarat
Featured

ભરૂચ: રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ પર તવાઈ, જુઓ તંત્રએ શું કર્યું

ભરૂચ: રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ પર તવાઈ, જુઓ તંત્રએ શું કર્યું
X

ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ દબાણ હટાવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમ્યાન કોઈ ઘર્ષણ ન થાય એ માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામા આવ્યો હતો.

વિકસતા જતાં ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્ય માર્ગને અડીને ઊભા કરાતા દબાણ અને લારી ગલ્લાઓના કારણે વાહન વ્યવહારને સાર પહોચે છે.આ અંગેની અઢળક ફરિયાદો તંત્રને મળતા ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં કતોપોર બજાર અને મહમદપૂરા સહિતના વિસ્તારોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન સ્થાનિકો સાથે ઘર્ષણ ન થાય એ માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામા આવ્યો હતો. દબાણ દૂર કરાયા બાદ પણ લોકો ફરીથી દબાણ કરશે તો તંત્ર દ્વારા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરાશે. સમગ્ર અઠવાડીયા દરમ્યાન તંત્રની ટિમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે

અત્રે મહત્વપૂર્ણ છે કે તંત્ર દ્વારા થોડા થોડા સમયે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવે છે પરંતુ ઝુંબેશ બાદ પરિસ્થિતિ જૈ સે થેની જ થઈ જાય છે ત્યારે કામી રીતે આ સમસ્યાનું નિરાકરણ આવે એવી કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.

Next Story