Connect Gujarat
Featured

ભરૂચ : અપક્ષમાંથી ભાજપમાં ગયેલાં મનહર પરમારે ઠાલવ્યો બળાપો, તમે પણ જુઓ વિડીયો

ભરૂચ : અપક્ષમાંથી ભાજપમાં ગયેલાં મનહર પરમારે ઠાલવ્યો બળાપો, તમે પણ જુઓ વિડીયો
X

ભરૂચ નગરપાલિકાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ભાજપમાં ધમાસાણ ચાલી રહયું છે. અપક્ષમાંથી ચુંટાયા બાદ ભાજપમાં સામેલ થયેલાં મનહર પરમારની આ વખતે ટીકીટ કાપવામાં આવશે તેવા તેમને સંકેત મળી જતાં તેમણે અપક્ષ ઉમેદવારી માટે મન બનાવી લીધું છે.

ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડ માટે આગામી તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવા જઇ રહી છે. નગરપાલિકાના ઉમેદવારો નકકી કરવા માટે ભાજપ અને કોંગ્રેસનું મોવડી મંડળ મેરેથોન બેઠકો કરી રહયું છે. ભાજપના ઉમેદવારોની જાહેરાત 10મી તારીખની આસપાસ થાય તેવી સંભાવના છે. પણ તેવામાં ભરૂચ નગરપાલિકામાં પ્રથમ અપક્ષ તરીકે ચુંટાયેલા અને બાદમાં ભાજપમાં સામેલ થઇ ગયેલાં મનહર પરમાર બળવાના મુડમાં દેખાઇ રહયાં છે. આ વર્ષે ભાજપ તેમને ટીકીટ નહિ આપે તેવો તેમને અણસાર આવી ગયો છે.

બીજી તરફ સોશિયલ મિડીયામાં નગરપાલિકામાં સંભવિત ઉમેદવારોની ફરતી થયેલી યાદીએ બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું છે. પુર્વ નગરસેવક મનહર પરમારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાનો બળાપો ઠાલવતાં નજરે પડી રહયાં છે. ભરૂચ નગરપાલિકાના ભાજપના શાસનમાં સભ્યો કોન્ટ્રાકટર બની પોતાના ખિસ્સા ભરી રહયાં હોવાનો આક્ષેપ તેઓ કરી રહયાં છે. બીજી તરફ તેમણે પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેવી પણ જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપના પ્રમુખ ધનજી ગોહિલે ટીકીટની માંગણી કર્યા બાદ ભરૂચ ભાજપમાં ધમાસાણ ચાલુ થઇ ગયું છે.

Next Story