Connect Gujarat
Featured

ભરૂચ : રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આમોદમાં વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ

ભરૂચ : રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આમોદમાં વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ
X

ભરૂચ જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની જિલ્લાભરમાં ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ ગામના વિવિધ માર્ગો પર ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી.ના જવાનોએ વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના આમોદ ગામના ચાર રસ્તા નજીકથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિક જમાદાર દેવેન્દ્રસિંહ રાજ તથા ટી.આર.બી. તથા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર દ્વારા વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરાઇ હતી.

જેમાં દ્વિચક્રી વાહનચાલકો ડ્રાઇવિંગ કરતા સમયે હેલ્મેટ અવશ્ય પહેરે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરે, વધુ પડતા આત્મવિશ્વાસથી વાહન ન ચલાવે, કારમાં સીટ બેલ્ટ અવશ્ય પહેરે, વધુ પડતી ઝડપે વાહન ન ચલાવે, નશાની હાલતમાં વાહન ન ચલાવે, હોર્નનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરે, ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર વાહન પાર્ક ન કરે સહિતના વિવિધ નિયમોની વાહનચાલકોને માહિતી આપી ટ્રાફિક નિયમોનું ચોક્કસ પાલન કરવા માટે અપીલ કરી હતી.

Next Story