/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15140325/maxresdefault-179.jpg)
ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ 25 હજાર જેટલા લોકો પાણી માટે મુશ્કેલી વેઠી રહયાં હતાં. આ લોકો માટે પાલિકાએ ટેન્કરથી પાણીની વ્યવસ્થા કરતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શાસકોનો આભાર માન્યો છે.
ભરૂચ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે સ્પોટર્સમેન સ્પીરીટ જોવા મળી હતી. વાત એમ બની હતી કે, થોડા સમય પહેલાં ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ધરાશાય થઇ ગઇ હતી. ટાંકી તુટી પડવાના કારણે 25 હજારથી વધારે લોકોને પાણીની તકલીફ પડતી હતી. નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ટેન્કરની વ્યવસ્થા કરતાં સ્થાનિક રહીશોને રાહત સાંપડી હતી. આ કાર્ય બદલ વિપક્ષે સાશકોનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવી ટાંકી બને ત્યાં સુધી આ વિસ્તારમાં આવેલી ટાંકીઓનું સોયેબપાર્ક અને બંબાખાના ખાતે આવેલી ટાંકીમાં જોડાણ આપવામાં આવે તો સ્થાનિક રહીશોની પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકલી શકે તેમ છે. વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદે શહેરની દરેક ટાંકીની ચકાસણી કરી જરૂર પડયે સમારકામ કરાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.