Connect Gujarat
Featured

ભરૂચ : ટ્રકમાં ભરવામાં આવી હતી ઓવરલોડ શેરડી, જુઓ રસ્તાની વચ્ચે બની શું ઘટના

ભરૂચ : ટ્રકમાં ભરવામાં આવી હતી ઓવરલોડ શેરડી, જુઓ રસ્તાની વચ્ચે બની શું ઘટના
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક ઓવરલોડ શેરડી ભરેલી ટ્રક પલટી જતાં દોડધામ મચી ગઇ હતી. 35 ટનથી વધારે વજન ધરાવતી ટ્રક રસ્તા પરથી પસાર થતાં અન્ય કોઇ વાહન કે રાહદારી પર પડી હોત તો મોટી દુઘર્ટના સર્જાઇ હોત પણ સદનસીબે માત્ર ટ્રકના ડ્રાયવરને સામાન્ય ઇજા પહોંચી હતી.

ઝઘડીયામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર રેતી તથા કપચી ભરેલી ટ્રકો ઓવરલોડ દોડતી હોવાની ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર તરફથી કોઇ કાર્યવાહી કરાતી નથી. હાલ શેરડીના પિલાણની સીઝન ચાલી રહી હોવાથી માર્ગ પર ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકોની અવરજવર વધી છે. ઓવરલોડ ટ્રકો અકસ્માતો નોંતરી શકે તેમ હોવા છતાં પોલીસ કે આરટીઓ વિભાગ પગલાં ભરતું નથી. અત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થઇ રહયો છે જે ઝઘડીયાનો હોવાની ચર્ચા છે. ઝઘડીયાના મુખ્ય માર્ગ પરથી પસાર થતી ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના એકસેલના પાટા તુટી જતાં રસ્તાની વચ્ચે જ પલટી મારી ગઇ હતી. સદનસીબે ટ્રકની આસપાસથી કોઇ વાહન કે રાહદારી પસાર થતો ન હોવાથી જાનહાનિ થતાં અટકી હતી. પોલીસ અને આરટીઓ વિભાગ સત્વરે ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી નહિ કરે તો ભવિષ્યમાં મોટી હોનારત થવાની શકયતાઓ હાલના તબકકે નકારી શકાય તેમ નથી….

Next Story