Connect Gujarat
Featured

ભરૂચ : ફલશ્રુતિનગરમાં કોવીડ હોસ્પિટલ સામે લોકોનો વિરોધ, કલેકટરને આપ્યું આવેદન

ભરૂચ : ફલશ્રુતિનગરમાં કોવીડ હોસ્પિટલ સામે લોકોનો વિરોધ, કલેકટરને આપ્યું આવેદન
X

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. ભરચક વિસ્તારમાં હોસ્પિટલ શરૂ થવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સ્થાનિકોએ ભિતિ દર્શાવી છે.

ભરૂચ તથા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોને કોવીડના દર્દીઓની સારવાર માટે મંજુરી આપવામાં આવી છે પણ કેટલીક હોસ્પિટલો રહેણાંક તેમજ ભરચક વિસ્તારમાં આવેલી હોવાથી સ્થાનિક રહીશો વિરોધ કરી રહયાં છે. અંકલેશ્વર બાદ હવે ભરૂચમાં પણ કોવીડ હોસ્પિટલનો વિરોધ કરી રહીશોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર ફલશ્રુતિનગરમાં રસ્તો સાંકડો હોવાથી છાશવારે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે અને જે હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે તેની આસપાસ 10થી વધારે હોસ્પિટલો આવેલી છે.

જેથી કોમ્યુનિટી સ્પ્રેડ થવાની સંભાવના વધી જાય છે. આ હોસ્પિટલની સામે આવેલાં રોડની સામે ઝુંપડપટ્ટી આવેલી છે. આ લોકો પાસે કોઈ સેફટીના સાધન તેમજ માસ્ક પણ નથી જેથી તેઓને પણ ચેપ લાગવાની શકયતા છે. હોસ્પિટલવળી બિલ્ડીંગમાં ઓફિસો તથા બીજા દવાખાના આવેલાં છે તેના દાદર અને લિફટ એક જ હોવાથી દરેક પેશન્ટ અને હોસ્પિટલમાં મળવા આવતા માણસોને ચેપ લાગવાની સંભાવના રહે છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકેની મંજૂરી રદ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે.

Next Story