ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

New Update
ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં છે.

પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બે યુવાનોને બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં રોકી તેમની પુછપરછ હાથ ધરી હતી. તેમની 41 (1) (ડી) મુજબ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવતાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવેલી 14 મોટરસાયકલ મળી આવી હતી. ઝડપાયેલાં બંને આરોપીઓ ડુપ્લીકેટ ચાવીથી મોટરસાયકલના લોક ખોલી નાંખતા હતાં તથા ઇગ્નીશનનું લોક ડાયરેકટ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

ઝડપાયેલાં આરોપી :

  • આકીબ ગુલામ દાઉદ પટેલ, રહે- ગુલશનપાર્ક, વાગરા
  • આમીર અબ્બાસ સુરતી, રહે - પરવેઝ પાર્ક, આછોડ