Connect Gujarat
ગુજરાત

ભરૂચ-વાગરા તલાટી મંડળે માસ સીએલ મૂકી સરકારનો કર્યો વિરોધ

ભરૂચ-વાગરા તલાટી મંડળે માસ સીએલ મૂકી સરકારનો કર્યો વિરોધ
X

સરકારની ખોટી નિતિઓનો તબક્કાવાર વિરોધ ચાલુ રાખતા તલાટીઓ

મહેસુલ તલાટીઓ હોવા છતાંયે તેઓ પાસે કામગીરી ન કરાવાતા પંચાયતી તલાટીઓ માં ભારે કચવાટની લાગણી અનુભવી રહ્યા છે.

ભરૂચ અને વાગરા તલાટી મંડળ રાજ્ય સરકાર સામે તબક્કાવાર લડત આપી રહ્યુ છે.તાલુકાના તલાટીઓએ સામુહિક માસ સી.એલ મૂકી તાલુકા પંચાયત કચેરી બહાર વિરોધ નોંધાવવા બેઠા હતા. તલાટી કમ મંત્રી મંડળના વણ ઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય મંડળના આદેશ અનુસાર વાગરા તાલુકાનું તલાટી મંડળ કાર્યક્રમો આપી રહ્યુ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="67161,67162,67163,67164,67165"]

રાજ્યમાં તલાટીઓ રાજ્ય સરકારની ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો છે. સરકાર તરફથી તલાટીઓની માંગણીઓ પર કોઈજ વિચાર વિર્મશ કરવામાં ન આવતા તલાટીઓએ જાહેર કરેલ કાર્યક્રમો આપી રહ્યા છે.અત્યાર સુધી તલાટીઓએ આવેદન પત્ર,કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. છતાંયે રાજ્ય સરકાર તલાટીઓના હકમાં કોઈજ ઉચિત નિર્ણય ન લેતા વાગરા તાલુકાના તલાટીઓએ સામુહિક માસ સી.એલ મૂકી તાલુકા પંચાયત બહાર દિવસભર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

જેની અસર પંચાયતી દફતરે જોવા મળી હતી.પંચાયતમાં કામકાજ અર્થે જતા લોકોએ તલાટી વિના વીલા મોઢે પાછા ફરવાનો વાળો આવ્યો હતો.તો બીજી તરફ જીસ્વાન સેવા ઠપ્પ થતા નંબર,૭,૬ અને ૮ સહિત સરકારી વિવિધ યોજનાઓની કામગીરી અટકી જતા ગ્રામ્ય વિસ્તારના લોકોને સહન કરવું પડયુ હતુ.માસ સી.એલ પ્રોગ્રામમાં જિલ્લા મહામંત્રી ઓમકારસિંહ રણા,તાલુકા તલાટી મંડળ પ્રમુખ અને મોટી સંખ્યામાં તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એકને ગોળ બીજાને ખોળ: ઓમકારસિંહ રણા,મહામંત્રી,જિલ્લા તલાટી મંડળ

માસ સી.એલ બાબતે જિલ્લા તલાટી મંડળના મહામંત્રી ઓમકારસિંહ રણાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં પંચાયતી અને મેહસુલની બે પોસ્ટ છે.જેમાં મહેસુલી તલાટીને પંચાયતી તલાટી કરતા 1600 રૂપિયા ગ્રેડ પે વધુ ચુકવવામાં આવે છે.અને પાંચ વર્ષે નાયબ મામલતદારનું પ્રમોશન મળી જાય છે.જે સામે પંચાયતી તલાટીને જન્મ થી મરણ સુધી કામગીરી કરે છે.છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓને પહોંચાડવા તલાટીઓ મહત્વની ભૂમિકા ભજવે છે.વધુ પડતી કામગીરી પંચાયતી તલાટીની ભાગે કરવાની આવે છે.જે સામે સરકાર એક ને ગોળ અને બીજાને ખોળ ની નીતિ અપનાવી અમારી સાથે મોટો અન્યાય કરી રહી છે.

તો સરકારી કામગીરીનો બહિષ્કાર કરતા ખચકાઇશું નહીં: રજનીકાન્ત મનાત,પ્રમુખ,વાગરા તાલુકા તલાટી મંડળ

રાજ્ય સરકારે અમારી માંગણીઓ સંદર્ભે કોઈજ હકારાત્મક પગલાં લીધા નથી.અત્યાર સુધી ત્રણ જેટલા કાર્યક્રમો આપી ચુક્યા છે.છતાંયે સરકાર તસ થી મસ થતી નથી.આજે અમો માસ સી.એલ મૂકી વિરોધ કરવા બેઠા છે,તેમ છતાં અમારા હિતમાં નિર્ણય નહીં લેવાય તો 2જી ઓક્ટોબરના રોજ ધરણા કરવા સાથે સરકારી કામગીરીનો બહિષ્કાર કરતા ખચકાઇશું નહીં એમ વાગરા તલાટી મંડળના પ્રમુખ રજનીકાન્ત મનાતે જણાવ્યુ હતુ.

ગ્રામ સભા ખોળવાઈ જવાની સંભાવના

આગામી બીજી ઓક્ટોબર થી ગ્રામસભાઓની શરૂઆત થવાની છે.જેમાં રાજ્ય સરકાર "સબકી યોજના,સબકા વિકાસ" ને લઇ ભારે ઉત્સુક છે.અને બીજી ના રોજ તલાટીઓ ધરણા પર બેસનાર છે.ત્યારે સરકાર તલાટીઓની માંગણીઓ પર નિર્ણય નહીં લેશે તો ગ્રામ સભાઓ ખોળવાઈ જવાની પુરેપુરી સંભાવના રહેલી છે.

તલાટીઓની પાંચ માંગણીઓ

1) 24/10/2017 ના પરિપત્રની શરત ભંગ ૪,૫ અને ૬ને રદ કરો.

2) 2006 પહેલા નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીના ફિક્સ નોકરીના સમયગાળાને સળંગ ગણો.

3) નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરો.

4)14/9/17 ના કેડર મર્જ કરવાના ઠરાવનો અમલ કરો

5)તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી પંચાયત,આંકડા સહકાર તથા નાયબ ચિતનીશમાં બઢતી આપો.

Next Story
Share it