Connect Gujarat
Featured

ભરૂચ : નર્મદા નદીના સંગમ સ્થળે પાણી બન્યું પ્રદુષિત, જુઓ માછીમાર સમાજે શું કર્યો આક્ષેપ

ભરૂચ : નર્મદા નદીના સંગમ સ્થળે પાણી બન્યું પ્રદુષિત, જુઓ માછીમાર સમાજે શું કર્યો આક્ષેપ
X

ભરૂચ જિલ્લાના જાગેશ્વર નજીક નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે અસંખ્ય જળચરોના મોત થયાં છે. વિલાયત અને દહેજના ઉદ્યોગો પ્રદુષિત પાણી સીધું નદીમાં છોડી દેતા હોવાનો આક્ષેપ માછીમાર સમાજે કર્યો છે.

આપના સ્ક્રીન પર દેખાતો વિડીયો વાગરા તાલુકાના જાગેશ્વર નજીક આવેલાં નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળનો છે. આમ તો આ સ્થળ પરિક્રમાવાસીઓના અંતિમ મુકામ તરીકે જાણીતું છે પણ હાલ આ સ્થળે માછલીઓ સહિત અસંખ્ય જળચરોના મોત થયાંની ઘટના સામે આવી છે. દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી. દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદુષિત પાણી સીધેસીધું ખુલ્લેઆમ નર્મદા નદીના મુખમાં છોડી દેવામાં આવતું હોવાથી જળચરોના મોત થયાં હોવાનો આક્ષેપ માછીમાર સમાજે કર્યો છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોની ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃત માછલીઓના પોસ્ટમોર્ટમ કરાવી તેમના મોતનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સ્થાનિકથી માંડી કેન્દ્રીય સ્તર સુધી વારંવાર રજુઆત કરવા છતાં આ બાબતે સરકાર ગંભીરતાથી ધ્યાન આપી રહી નથી. વધુમાં આ સ્થળ યશસ્વી કેમિકલ કંપની નજીક આવેલું હોવાથી ચોમાસામાં ભયજનક કેમિકલ વરસાદી પાણી સાથે નદીમાં ભળી જવાનો પણ ખતરો રહેલો છે…

Next Story