Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ચુનારવાડમાં પાણીના વલખા, સ્થાનિક રહીશોએ ઠાલવ્યો આક્રોશ

ભરૂચ : ચુનારવાડમાં પાણીના વલખા, સ્થાનિક રહીશોએ ઠાલવ્યો આક્રોશ
X

ભરૂચ શહેરના ચુનારવાડા વિસ્તારમાં પુરતા દબાણથી પાણી મળતું નહિ હોવાથી સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશો સાથે રોષ ઠાલવ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે અને 50 દિવસથી ચાલી રહેલાં લોક ડાઉનથી કંટાળી ગયાં છે આવી સ્થિતિમાં પાણી માટેના વલખાએ તેમને હાલત દયનીય બનાવી દીધી છે. ભરૂચ શહેરના ચુનારવાડા વિસ્તારમાં પુરતા દબાણથી તેમજ નિયમિત પાણી મળતું નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. લોકડાઉન અને ઉનાળો હોવાથી પાણીની જરુરીયાત વધી છે તેવામાં જ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહયાં છે. જો વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિક રહીશોએ આપી છે જયારે પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ પણ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી સ્થાનિકોને આપી છે.

Next Story