Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલી GIDCમાં જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, રૂરલ પોલીસે કાર્યવાહી શરૂ કરી

પાનોલી GIDCમાં આવેલ RSPL કંપની પાછળ નહેરના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર : પાનોલી GIDCમાં જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, રૂરલ પોલીસે કાર્યવાહી શરૂ કરી
X

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પાનોલી GIDCમાં આવેલ RSPL કંપની પાછળ નહેરના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા.


ભરૂચ LCB પોલીસની ટીમ દ્વારા આક ફરકના જુગારની સફળ રેઈડ કરી સંજાલીના રહેવાસી શંકર પંડ્યા અને પાનોલીના રહેવાસી ભાદરી વસાવાની RSPL કંપની પાછળના ખુલ્લા મેદાનમાંથી જુગાર રમતી વેળા રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહીત કુલ મુદ્દામાલ કિંમત 16 હજાર રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. LCB પોલીસે ઝડપાયેલા 2 આરોપી પર જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી બન્ને શખ્સોની વધુ તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપ્યા હતા.

Next Story