Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંદાડા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી ચોરી થયેલ કોપર વાયર લેવા આવેલ 2 મહિલાઓ ઝડપાય...

પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવતા 2 મહિલાઓ ચોરી કરેલ કોપર કોઈલ લેવા આવતા પોલીસે બન્ને મહિલાઓને ઝડપી પાડી

અંકલેશ્વર : અંદાડા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી ચોરી થયેલ કોપર વાયર લેવા આવેલ 2 મહિલાઓ ઝડપાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામની સીમમાંથી ચોરી થયેલ વીજ ટ્રાન્સફોર્મરના કોપર વાયર લેવા માટે આવતી 2 મહિલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ અંદાડા ગામની સીમમાં આવેલ નાગજીભાઈના ખેતર પાસે વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવી તસ્કરો તેમાં રહેલ કોપરનો સામાન નજીકમાં સંતાડ્યો હતો. જેથી ચોરી કરેલ કોપર કોઈલ લેવા આવનાર હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળતી હતી,

ત્યારે બાતમીના આધારે પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવતા 2 મહિલાઓ ચોરી કરેલ કોપર કોઈલ લેવા આવતા પોલીસે બન્ને મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે 105 કિલો કોપર કોઈલના વાયરો મળી કુલ રૂપિયા 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ભરૂચના કસક વિસ્તાર નજીક ગોલ્ડન બ્રિજ પાસે ઝુંપડામાં રહેતી સોનલ કરણ વસાવા અને રંજન અર્જુન વસાવાને ઝડપી પુછપરછ કરતા તેઓના પતિઓએ ચોરીની ઘટનાને અંજામ આપી પત્નીઓને ચોરીનો સામાન લેવા મોકલી હોવાની કબુલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસે બન્ને મહિલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story