Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હેમાની કંપનીમાં કેમિકલ ઉડતા 2 કામદારો દાઝ્યા, સારવાર અર્થે ખસેડાયા...

અંકલેશ્વર GIDCની હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં હોલ્ડઅપ ફીનોલ કેમિકલ ઉડતા 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા

અંકલેશ્વર : હેમાની કંપનીમાં કેમિકલ ઉડતા 2 કામદારો દાઝ્યા, સારવાર અર્થે ખસેડાયા...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCની હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં હોલ્ડઅપ ફીનોલ કેમિકલ ઉડતા 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા, ત્યારે બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર ખાતે રહેતો 18 વર્ષીય રિતિક રોશનકુમાર અને સુનિલકુમાર શિવવચન મોર્યા અંકલેશ્વર GIDCના પ્લોટ નંબર 3208 ઉપર હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે.

જંતુનાશક દવા બનાવવાનું ઇન્ટર મીડિયેટરનું ઉત્પાદન કરતી, આ કંપનીના ફેક્ટરીના પેકિંગ ડિપાર્ટમેન્ટની પાછળ હોલ્ડઅપ ફીનોલ કેમિકલ 2 કામદારો રિતિક અને સુનિલ પર પડતા તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story