Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સજોદ ગામની સીમમાંથી મોટર ચોરીનો મામલો, પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી ચોરી થયેલ મોટર ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વર : સજોદ ગામની સીમમાંથી મોટર ચોરીનો મામલો, પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી ચોરી થયેલ મોટર ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી જમણા કાંઠાની નહેર પાસે પાણી ખેંચવાની 5થી વધુ મોટરો મળી અંદાજિત રૂ. 2.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસે ચોરીને અંજામ આપનાર 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારે હવે આ ચોરીમાં સંડોવાયેલ વધુ એક નવા શક્કરપોર ગામમાં રહેતો તપણકુમાર વસંત પટેલને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story