Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વાલિયા રોડ પર સ્પાની આડમાં ચાલતુ સેક્સ રેકેટ ઝડપાયુ, પોલીસે શરૂ કરી તપાસ

GIDC પોલીસે મારુતિ સુઝુકીના શો રૂમ પાછળ આવેલ ગોલ્ડન સ્ક્વેરના બીજા માળેથી સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટનો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: વાલિયા રોડ પર સ્પાની આડમાં ચાલતુ સેક્સ રેકેટ ઝડપાયુ, પોલીસે શરૂ કરી તપાસ
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મારુતિ સુઝુકીના શો રૂમ પાછળ આવેલ ગોલ્ડન સ્ક્વેરના બીજા માળેથી સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટનો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ મારુતિ સુઝુકીના શો રૂમ પાછળના ગોલ્ડન સ્ક્વેરના બીજા માળે ઓરેન્જ સ્પાર્કલ સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી. પોલીસ મથકના પી.આઈ.ઓ.કે.જાડેજાને મળતા તેઓએ ચાર જેટલા પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા.અને બાતમી વાળા સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહકને રૂપિયા ૨ હજાર આપી મોકલ્યો હતો અને સ્પામાં રહેલ યુવતીઓ પૈકી કોઈ શરીર સંબંધ બંધાવની તૈયારી બતાવે તો મિસકોલ કરવા સુચના આપી હતી જે બાદ ડમી ગ્રાહકનો મિસકોલ આવતા પોલીસે દરોડા પાડતા કાઉન્ટર પરથી આર.સી.એલ કોલોની મમ્મી ડેડી શો રૂમ સામે માનવ મંદિર રોડ ઉપર રહેતો સંચાલક મહેશ વિષ્ણુ ભીલારે મળી આવ્યો હતો જ્યારે સ્પાના રૂમમાં તપાસ કરતા તેમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સ્પાના સંચાલકની અટકાયત કરી ૨૩ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story