Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: યુવાનના ATM કાર્ડ પર બારોબાર મોબાઈલ ખરીદી છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

અંકલેશ્વરના યુવાનના કાર્ડ ઉપર મોબાઈલ ફોન ખરીદી કરી છેતરપીંડી કરનાર આરોપીની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી શહેર પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર: યુવાનના ATM કાર્ડ પર બારોબાર મોબાઈલ ખરીદી છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
X

અંકલેશ્વરના યુવાનના કાર્ડ ઉપર મોબાઈલ ફોન ખરીદી કરી છેતરપીંડી કરનાર આરોપીની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી શહેર પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. મૂળ ઝઘડિયા તાલુકાના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત અંબિકા રેસીડેન્સીમાં રહેતા નીલેશ કાંતિ પરમારના કાર્ડ ઉપર અન્ય ઇસમેં મોબાઈલ ફોનની ખરીદી કરી છેતરપીડી કરતા નીલેશ પરમારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે દરમિયાન સુરત પોલીસે સેસવ મુકેશ મહેતાને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત અંબિકા રેસીડેન્સીના યુવાનના કાર્ડ ઉપરથી ફોન ખરીદી કરી છેતરપીંડી કરી હોવાનું કબુલ કર્યું હતું સુરત પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરતા શહેર પોલીસે આરોપીની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story