Connect Gujarat
ભરૂચ

અંક્લેશ્વર : દ્રારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનુ વેચાણ કરતા એક આરોપી ઝડપાયો

ભરૂચ એલ.સી.બી.એ રૂ.96,000નું પ્રવાહી અને ટેમ્પો સહિત રૂ. સવા 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી.

અંક્લેશ્વર : દ્રારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનુ વેચાણ કરતા એક આરોપી ઝડપાયો
X

ભરૂચ એલ.સી.બી.એ રૂ.96,000નું પ્રવાહી અને ટેમ્પો સહિત રૂ. સવા 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી. અંક્લેશ્વર નેશનલ હાઇવે.નંબર -48 ઉપર આવેલ દ્રારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી નુ વેચાણ કરતા એક આરોપી ની રૂ.96,000નું પ્રવાહી અને ટેમ્પો સહિત રૂ. સવા 5 લાખ થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી અન્ય એક ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાતરફથી જીલ્લામા ગેરકાયદેસર રીતે થતી કેમિકલ ચોરી તેમજ બાયો ડીઝલના નામે વાહનો ઇંધણ તરીકે ભરી આપતા જવલનશીલ પ્રવાહીનુ વેચાણ , સંગ્રહ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ .જે અનુસંધાને એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ રાત્રીના સમયે એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન બાતમી મળેલ કે , અંક્લેશ્વર નેશનલ હાઇવે નં -48 ઉપર સુરત થી અંક્લેશ્વર તરફના રોડની બાજુમા કાપોદ્રા ગામની સીમમા આવેલ દ્વારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા એક ઇસમ ગેરકાયદેસર રીતે બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી વાહનોમા ભરી આપી વેચાણ કરે છે.

મળેલ બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા ઉપરોકત જગ્યાએ અંકલેશ્વર મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલના કંમ્પાઉન્ડમા બનાવેલ પતરાના શેડમા તથા પાર્ક કરી મુકેલ આઇસર ટેમ્પામા સંગ્રહ કરવામા આવેલ કુલ 1600 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનોમા ઇંધણ તરીકે ભરી આપવા મુકેલ ફ્યુલ પંપ મળી આવતા મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારી દ્વારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જવલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવા કોઇ મંજુરી ધરાવતા ન હોવાનું જણાવતા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહી માંથી જરૂરી નમુનાઓ લઇ મળી આવેલ કુલ રૂપિયા 96,000નું 1600 લીટર શંકાસ્પદ પ્રવાહી નો જથ્થો સીઝ કરેલ છે તેમજ મળી આવેલ જવલનશીલ પ્રવાહી કોઇ પણ જાતના ફાયર સેફટી અંગેના સાધનો સિવાય ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ હોવાનુ જણાતા સ્થળ ઉપર હાજર મહેશભાઇ ઉર્ફે ગુગો રાજાભાઇ મેવાડા ભરવાડની 1600 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી , ડીઝીટલ ડીસ્પેનશર મશીન, આઇસર ટેમ્પા, બે પ્લાસ્ટીકની ટેન્ક મળી કુલ .રૂ. 5,36000 / -ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આ પ્રવાહી પૂરું પાડનાર એક અન્ય આરોપી અમનભાઇને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it