અંકલેશ્વર: એસન્ટ શાળાના સંચાલકોએ ધો. 1 અને 9 ના વર્ગો બંધ કરતા યૂથ કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત

એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી

New Update
અંકલેશ્વર: એસન્ટ શાળાના સંચાલકોએ ધો. 1 અને 9 ના વર્ગો બંધ કરતા યૂથ કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત

અંકલેશ્વરમાં આવેલ એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી

અંકલેશ્વરની એસન્ટ સ્કૂલે ધોરણ 1 અને 9 ના વર્ગો બંધ કરવાની વાલીઓને ટેલિફોનિક જાણ કરતા સંતાનોના ભાવિને લઈ વાલીઓ ચિંતિત થઈ ગયા છે. ગુરૂવારે પ્રદેશ યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયાવાલાની આગેવાનીમાં વાલીઓનું ટોળું રજુઆત કરવા સ્કૂલ પર પોહચ્યું હતું. જોકે શાળાના દરવાજા બંધ કરી વાલીઓને પ્રવેશ અપાયો ન હતો. છેલ્લી ઘડીએ વર્ગો બન્ધ કરવાની તઘલખી જાહેરાતને લઈ 150 થી વધુ વિદ્યાર્થીઓએ હવે નવી સ્કૂલમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. વાલીઓએ અન્ય વર્ગોની જેમ ધોરણ એકના વર્ગો પણ ચાલુ રાખવા માંગ કરી છે.

યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયાવાલાએ આક્ષેપ કર્યો હતો, કે જમીનના વધેલા ભાવોને લઈ ધીમે ધીમે વર્ગો બંધ કરી સ્કૂલ વેચવાની પેરવી ચાલી રહી છે. બીજી તરફ વિકસિત ગુજરાતમાં શિક્ષણ મંત્રીએ આપેલા ભાષણનો પણ વિરોધ યુથ કોંગ્રેસના આગેવાને કર્યો હતો, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, જો વાલીઓને ગુજરાતમાં પોતાના છોકરા માટે શિક્ષણ સારૂં લાગતું ન હોય તો તેઓ બીજા રાજ્ય કે દેશમાં જતા રહે. તો શું બીજા દેશમાં એટલે કે પાકિસ્તાન ચાલ્યા જાય તેવો સવાલ ઉઠાવ્યો હતો.

Latest Stories