અંકલેશ્વર : GIDC વિસ્તારની ખુશ હાઇટ્સના પાર્કિંગમાં કારના કાચ તોડી રૂ. 3.50 લાખની ઉઠાંતરીથી ચકચાર
કારનો કાચ તૂટેલો હોય જેમાં અંદર જોતા બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખ નહીં મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી 3 અજાણ્યા ઈસમોએ કારમાં મુકેલા રૂપિયા 3.50 લાખની ચોરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ વિઝન સ્કૂલ નજીક નિર્માણ પામી રહેલ ખુશ હાઇટ્સમાં અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ પટેલ ગત ગુરૂવારે બપોરના 12 વાગ્યાના અરસામાં નવું મકાન જોવા ગયા હતા. જેમાં ફરીયાદીએ પોતાની કારને ખુશ હાઇટ્સના પાર્કિંગમાં લોક મારીને પાર્ક કરી હતી, ત્યારે 3 જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાંચ તોડી કારની અંદર બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.
જોકે, હરેશ પટેલના એક કલાક બાદ નવું મકાન જોઈને પરત આવતા તેમની કારનો કાચ તૂટેલો હોય જેમાં અંદર જોતા બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખ નહીં મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે હરેશ પટેલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT